Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
આ પૂર્ણિમાએ, ગૌતમ બુદ્ધ એક પૂર્ણ આત્મજ્ઞાની બન્યા, અને આધ્યાત્મની એક લહેર ઉઠાવી. આ તમારી આધ્યાત્મિક સાધનાને તીવ્ર બનાવવા માટેની પ્રેરણા બને તેવી કામના.
યોગ એટલે લવચીક બનવું - ખાલી શારીરિક રીતે જ નહિ પણ બધી જ રીતે. એટલે કે તમે ભલે જ્યાં પણ હોવ, તમે સરસ છો.
બીજા લોકોમાંથી તેમની શ્રેષ્ઠતા ઉજાગર કરવાની ક્ષમતા તમને એક આગેવાન બનાવે છે.
યુવાન રહેવાનો અર્થ છે શીખવા, વિકસિત થવા અને જીવન પ્રત્યે ખુલ્લા રહેવા માટે રાજી હોવું.
મારી માતાએ મારા માટે ક્યારેય કોઈ દખલ કર્યા વિના એક પૂરેપૂરા સમાવેશનું વાતાવરણ બનાવ્યું. આનાથી મારી સાથે ઘણી શાનદાર વસ્તુઓ થઈ છે.
ગણતરીઓ કરવામાં તણાવ અને મનનો સંઘર્ષ છે. આપવામાં આનંદ છે.
એક બીજ જે અંકુરિત નથી થતું તે એક કાંકરા જેવું જ છે. તમે જે દિવ્ય બીજ છો તેના ખીલવા માટે તમારે ખૂલવું પડશે.
આધ્યાત્મનો અર્થ રુખા સુખા થઈ જાવ એવો નથી. જે વ્યક્તિ જીવન અને આનંદથી ભરપૂર હોય તે જ ખરેખર મુક્ત હોઈ શકે.
As human beings become more empowered, there is a fundamental need for us to become more conscious and responsible, rather than reactive and compulsive.
કર્મનો અર્થ છે તમારા જીવનનો હવાલો પોતાના હાથમાં લેવો. તમારા કર્મને એક વધારે જાગરૂક પ્રક્રિયા બનાવીને તમે પોતાના ભાગ્યના વિધાતા બનો છો.
જે હસી ન શકે તે ધ્યાન ન કરી શકે. હાસ્ય તમારી ઊર્જાનો અમુક ઉલ્લાસ છે. ધ્યાન તમારી ઊર્જાનો પરમ ઉલ્લાસ છે, કોઈ ભૌતિક ક્રિયા વિના.
જો તમારે સફળતાનો આનંદ માણવો હોય તો તમે પરિસ્થિતિઓને ઠીક કરો તે પહેલા પોતાને ઠીક કરવા જોઈએ.